KCG-RIEGGC અંતર્ગત ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ "સેવા અને સમર્પણના ૨૫ વર્ષ" અંતર્ગત કોલેજ કેમ્પસ સફાઇ અભિયાન

17/09/2026

સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, કપરાડા, જિ. વલસાડના KCG-RIEGGC ની Extention Activity અને NSS તથા સપ્તધારાની સેવાસામુદાયિક ધારાના સંયુક્ત ઉપક્રમે "સેવા અને સમર્પણના ૨૫ વર્ષ" અંતર્ગત સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોલેજના સર્વે અધ્યાપકશ્રીઓ, કોલેજનો તમામ વહીવટી સ્ટાફ અને તમામ વિદ્યાર્થીઓએ ભેગા મળીને સફાઇ હાથ ધરેલ. કોલેજ કેમ્પસની અંદર વિદ્યાર્થીનીઓ દ્વારા અને કોલેજ કેમ્પસની બહાર વિદ્યાર્થીઓ દ્વારા સફાઇ ઝૂંબેશ હાથ ધરી, કોલેજ કેમ્પસ સ્વચ્છ અને સુધડ બનાવી દેવામાં આવેલ. કોલેજના આચાર્યશ્રી મનોજકુમાર પી. પટેલ દ્વારા કોલેજ પરિવારના પ્રત્યેક સભ્યને તેમના આ શ્રમદાનને બિરદાવવામાં આવેલ તથા "શ્રમદાન એ જ મહાદાન" સૂત્ર સાથે તમામને અભિનંદન પાઠવેલ.