ALUMNI MEET 2026

28/09/2026

સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, કપરાડા, જિ. વલસાડ ખાતે તારીખ ૨૮/૦૯/૨૦૨૬ના રોજ ALUMNI MEET 2026નું આયોજન કરવામાં આવેલ. જેમાં ૧૧ જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આચાર્યશ્રીની મનોજકુમાર પી. પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં આવકાર અને સારી કારકિર્દી માટે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા પણ જુના સંસ્મરણો વાગોળી આનંદ અને કોલેજ પ્રત્યે પોતાની લાગણીઓ વ્યકત કરી હતી. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ દ્વારા કોલેજની પ્રગતિ માટે કેટલાંક સૂચનો પણ સૂચવ્યા હતા.